Skip to main content

Featured

Dhol Gavar Shudra Pashu Nari

रामराज्य मे भी अत्याचार होते रहे है तो अभी क्या नया है??? उस समय शुद्र (आज के ओबीसी) को अन्याय हुआ आज अवर्णो (आज के ST/SC) पर हो रहा है। नया कुछ नही है, हा अभी संवीधान के कारण कुछ राहत मील रही है ये मानना ही होगा। आज राम जन्म जयंती के अवसर पर मर्यादा पुरुषोत्तम प्रभु श्री राम के जीवन की ये कथा पढने पर ज्यादा ख्याल आ जायेगा। शम्बूक कथा का वर्णन वाल्मीकि रामायण में उत्तर कांड के 73-76 सर्ग में मिलता हैं। ज्यादातर वाल्मीकि रामायण के संसकरणो मे ये हटा दीया गया है या अर्थ को फेरफार के साथ दीया गया है (२-३ कीताबो मे देख के लगा मुजे) । पर लोगो के दीमाग से ये ध्रुणा कैसे मीटा पाओगे जो सदीयो से चली आ रही है??? शुद्र शम्बूक वध : - एक दिन एक ब्राह्मण का इकलौता लड़का मर गया । उस ब्राह्मण के लड़के के शव को लाकर राजद्वार पर डाल दिया और विलाप करने लगा । उसका आरोप था कि अकाल मृत्यु का कारण राजा का कोई दुष्कृत्य है । ऋषी मुनियों की परिषद् ने इस पर विचार करके निर्णय किया कि राज्य में कहीं कोई अनधिकारी तप कर रहा है क्योंकि :- राजा के दोष से जब प्रजा का विधिवत पालन नहीं होता तभी प्रजावर्ग को...

Be your own light JAY BHEEM

राकेश प्रियदर्शी:


 बाबासाहेबने 1950मे कहा जिस समाजमे 10 डोक्टर, 10 पुलिस औफिसर ओर 10 वकील होगे, उस समाजके सामने कोई उँगली उठाकर देखने की हिम्मत नही कर सकता.

ओर बाबासाहेबने 16 लोगो को शिष्यव्रुती देकर फौरेन पढने भेजा.
 वो 16 लोग विदेश जाकर पढ-लिख तो लिया.

किसिको पता है वो 16 लोगोने फ़िर क्या किया ?

वो 16 लोग बाबासाहेबकी महेरबानीसे पढ-लिखकर फ़िर कन्हा खो गये ?

वो 16 लोगो के बारेमे कोई जानता है?



नही जानते तो जानिइ ओर पढीये,


 वो 16 के 16 लोगमेसे कुछ लोग वन्हा विदेशमेही सेटल हो गये ओर कहा की यन्हा मान-पान ओर इंकम ज्यादा है.
कुछ लोग जो बाकी बचे थे, वो लोग भारतमे आकर सरकारी नौकरी लेकर टी.वी ओर बीवी मे व्यस्त हो गये.
एक महासयने तो बाबासाहेब के सामनेही राजकिय मोर्चा खोल दिया.
बाबासाहेबने वो सबको बहुत सम्जाया की तुमको मैने समाजका उद्धार करनेके लिये विदेश पढने भेजा था, पर अफ़सोस वोतो अपने उद्धारके पीछे लग गये.


ओर बाकी बचे समाजके लोगोने भी बाबासाहेबके साथ गद्दारी की जो आरक्षणके जरिये नौकरी लेकर केवल अपने पेट भरनेमे व्यस्त हो गये.

ओर आज समाजमे लाखो डोक्तर, इंजीनियर ओर वकील है, फ़िर भी अत्याचार होते है.

इसिलियि 18 मार्च 1956को आग्रामे बाबासाहेबने रोते-रोते कहा की मेरे समाजके पढे-लिखे लोगोने मुजे धोखा दिया है.

"મેરે સમાજકે પઢે-લીખે લોગોને મુજે ધોખા દિયા હૈ"

ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1956ની 18 માર્ચે આગ્રાના રામલીલા મેદાનમાં જાહેર સભામાં પોતાના સમાજને સંબોધીને કીધેલું આ વાક્ય આજે પણ એટલુંજ સાર્થક થાય છે, જેટલું એ જમાનામાં થતું હતું.

બાબાસાહેબે આ સમાજને પશુમાંથી માણસ બનાવા માટે પોતાના જીવની બાજી લગાવી દીધી અને પોતે શહિદ થઇ ગયા સાથે-સાથે પોતાના પત્ની અને ચાર-ચાર બાળકોનો પણ ભોગ આપી દીધો.
આટલી બધી યાતનાઓ વેઠી બાબાસાહેબે આ સમાજને ગુલામી માંથી બહાર કાઢવા બંધારણમાં તમામ પ્રકારના હકો અને અધિકારો આપ્યા.

જો બાબાસાહેબ વિદેશમાં પરિવાર સાથે સેટલ થઇ ગયા હોત તો આજે પણ આપણી આગળ ગળામાં માટલી અને કમરમાં ઝાડુ લટકતું હોત.

પણ આ સમાજને ગુલામીની બેડીઓમાંથી બહાર લાવવા માટે બાબાસાહેબ 24 કલ્લાક માંથી 18 થી 20 કલ્લાક વાંચન લેખન પાછળ કાઢતા હતા. ખાવા-પીવાની પણ કાળજી નહોતા લઇ શક્યા કદાચ આથીજ એમને ઘણા રોગો થયા હતા.
એટલા બધા રોગો શરીરમાં લઈને જીવતા રહેવું એ ચમત્કારથી ઓછું ના કહેવાય, પણ આ સમાજને ગુલામીમાંથી આઝાદ કરવો એ લક્ષ એમને તંદુરસ્તી બક્ષતું હતું.

બાબાસાહેબે દુનિયાના બંધારણો વાંચ્યા અને બધા બંધારણનો નિચોડ કાઢી દેશની વસ્તી, ધર્મ, પ્રાંત,  જાતિઓ, સંપ્રદાયો, ભાષાઓ અને વિવિધતા માપી ભારત દેશનું બંધારણ બનાવ્યું અને આ દેશના કહેવાતા અછૂત સમાજના લોકોને શેડ્યૂલ કાષ્ટ નામ આપી 7% વસ્તી પ્રમાણે બંધારણમાં હકો અને અધિકારો આપ્યા.
આ અધિકારોથી લોકો ભણ્યા અને સારી નોકરી કરતા થયા.
સારા મકાનોમાં રહેતા થયા, અને સારા કપડાં પહેરતા થયા.
અનામત અને બંધારણના માધ્યમથી જીવન ધોરણ ઊંચું આવ્યું અને સારી રીતે જીવતા થયા.
હવે આગળ માટલી હતી તે હટીને ગાળામાં ટાઈ આવી, અને કમરમાં જે ઝાડુ હતું એ હટીને પટ્ટો આવ્યો.
2 ટાઈમ પૂરતું ભોજન મળતું થયું.

હવે શું જોઈએ ?

સંવિધાન બનાવ્યાના 3-4 વર્ષ માંજ બાબાસાહેબે સમાજનો ચિતાર જોયો અને બાબાસાહેબ ખુબ દુઃખી થયા.
બાબાસાહેબે વિચાર્યું કે મેં જે સમાજની કલ્પના કરી હતી આ સમાજ એ  દિશામાં નથી જઈ રહ્યો પણ એનાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે.
બાબાસાહેબે વિચાર્યું હતું કે આ સમાજને અધિકારો આપીશ તો ભણશે-ગણશે અને સારું કમાશે અને પોતાના સમાજના છેવાળાના માણસ ને આગળ લાવામાં મદદરૂપ થશે.
પણ આ ના થયું અને આનાથી ઉલટું થયું.
અને બાબાસાહેબ નાસીપાસ થઇ ગયા, માટેજ 1956 ની સાલમાં 18 માર્ચના દિવસે બાબાસાહેબ આગ્રાની જાહેર સભાની અંદર રડી પડ્યા અને રડતા રડતા કહ્યું કે "મેરે સમાજ કે પઢે લીખે લોગોને મુજે ધોખા દિયા હૈ, મેને તો સોચા થા પઢ લિખ કર સમાજ કી સેવા કરેગા ઓર સમાજ કે અન્ય લોગો કે કામ મેં આયેગા, લેકિન મેરે આસપાસ સરકારી બાબુઓ કી જો ફૌજ હૈ વો કેવલ ઓર કેવલ આપના પેટ ભરને મેં વ્યસ્ત હૈ"

આ વાક્યો બાબાસાહેબ ભારે હ્રદયે પોતાના સમાજને કહે છે.
બાબાસાહેબે ક્હેલા એ વાક્યો આજે પણ એટલાજ સિદ્ધ થાય છે.
અત્યારના ભણેલા લોકો સમાજની સેવા કરવાને બદલે અને સમાજના કાચડાયેલા લોકોની મદદ કરવાની જગ્યાએ પોતાના સપનાઓ પુરા કારવામાં અને પોતાના સ્વાર્થ સાધવામાંજ વ્યસ્ત રહે છે, અને નોકરી માંથી રિટાયર્ડ થાય એટલે સમાજ સેવાનું સુરાતન ચડે છે.
બાબાસાહેબની મહેરબાનીથી નોકરી મળે અને નોકરીનો પહેલો પગાર સમાજ અને બાબાસાહેબ ના કાર્યોમાં ખર્ચવાની જગ્યાએ કાલ્પનિક દેવી-દેવતાઓની પાછળ વાપરે છે.
5000 વર્ષથી એક પણ દેવી કે દેવતા આ સમાજની વહારે નથી આવ્યા, છતાં પણ પોતાના જીવનનો મોટા ભાગનો આવકનો હિસ્સો આ ભણેલો વર્ગ આવા ધતિંગોમાં પૈસા બરબાદ કરે છે. સમાજમાં સંગઠનની અંદર ભાગ લેવાની જગ્યાએ સમાજની બહાર ચાલતા સંપ્રદાયો, સંગઠનો અને રાજકીય પાર્ટીઓમાં પોતાનો સમય અને પૈસો બંને બરબાદ કરે છે.
સમાજ ઉપર રોજ બરોજ અત્યાચારો થાય છે, પણ આજ સુધી એક પણ સંગઠન, સંપ્રદાય કે રાજકીય પાર્ટી આ સમાજની વહારે નથી આવી.
આ સમાજ આટલા મોટા ડોક્ટરને છોડી ઊંટ વૈદોની પાછળ પૈસા ખર્ચે છે, કહેવાતા ઢોંગી બાવાઓ, સાધુઓ, જ્યોતિષીઓ અને ભુવા/તાંત્રિકો પાછળ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખે છે.
ટીવી માં આવતા બે કોડીના અભણ ધુતારાઓનું ભાષણ સાંભળીને પોતાના દિવસની શરૂઆત કરે છે.
પરમ પૂજ્ય બાબાસાહેબની પવિત્ર માનવતાવાદી, વૈજ્ઞાનિક અને રેશનલ વિચારધારા પર ચાલવાની જગ્યાએ આ સમાજના મોટા ભાગના લોકો મુરત-ચોઘડિયા, દોરા-ધાગા, ગ્રહ-નક્ષત્ર, ટીલા-ટપકાં, નદી-નાડા, ચૂંદડી-નાળિયેર અને અંધસ્રદ્ધામાં ડૂબેલા છે.

જો ડૉ. બાબાસાહેબ આંબેડકરના બલિદાનનું ઋણ અદા કરવું હોય તો તેમણે ચીંધેલાં માર્ગ પર ચાલી અને તથાગત ગૌતમ બુદ્ધની શરણમાં જઈને જ બાબાસાહેબને સાચી સ્રદ્ધાંજલી આપી કહેવાશે.

લેખ-
પુસ્તક: રાકેશ પ્રિયદર્શી લિખિત "આપના દિપક સ્વયં બનો" માંથી.

Comments

Popular Posts